વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક રાજકીય અને નખશિખ રાષ્ટ્રીય દેશદાઝ ધરાવતું વ્યક્તિત્વ છે. એકંદરે માણસની રાજકીય કારકિર્દી વિષે જો વાત કરીએ એક આખી નવલકથા જેટલું લખાઈ જાય.
પણ વધારે પડતી વાત કર્યા વગર વડાપ્રધાનની વહીવટી દૂરંદેશી નો એક આ નિર્ણય જે આજના સમયમાં તદ્દન વ્યવહારુ, અને સાર્થક પરિણામ આપતો જણાય છે
ચાલો જાણીએ વડાપ્રધાનનું એક સામાન્ય જણાતું પગલું જે તેમની દૂરંદેશી અને વહીવટી સબળતા નું પ્રમાણ આપે છે.
સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન
Swachh Bharat Mission (SBM), Swachh Bharat Abhiyan, or Clean India Mission. આ સ્વચ્છ ભારત અભિયાન શ્રી વડાપ્રધાન મોદી એ ૨૦૧૪ માં શરૂઆત કરી હતી. ત્યારે વિપક્ષ, જન સામાન્ય, સમાચાર ઉદ્યોગ અને કટલાક હિતેચ્છુઓ એ આ અભિયાન ની હાંસી ઉડાવી હતી અને પૈસાની બરબાદી તરીકે પણ મુલ્યાંકન કરી નાખ્યું હતું. છતાં પણ આપણાં વડાપ્રધાન વર્ષે દર વર્ષે આ અભિયાન ને આગળ વધાવતા ગયા અને સ્વચ્છ ભારત નો પાયો અને નાગરિકતા ના પાઠ ભણાવતા રહ્યા.
આ સ્વચ્છ અભિયાન ને સફળ બનાવવા વડાપ્રધાને ભારતના ખૂણે ખૂણે આ અભિયાન પહોંચાડવા જાણીતી હસ્તીઓ ને ભાગીદાર બનાવ્યા. સચિન તેંડુલકર, પ્રિયંકા ચોપરા, યોગગુરુ બાબા રામદેવ, અભિનેત્રી વિદ્યા બાલન, વિપક્ષના નેતા શશી થરૂર, તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા જેવી ધારાવાહિક, અમિતાભ બચ્ચન, કમલ હસન, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને બીજા ઘણા જાણીતા ચહેરાઓને આ અભિયાનમાં જોડવાની અપીલ કરીને સમાજના સામાન્ય માણસને સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું,
દરેક રાજ્યને આ અભિયાનમાં જોડાવા હાકલ કરી અને અંદરોઅંદર તંદુરસ્ત સ્પર્ધા માટે સ્વચ્છતા સર્વેક્ષણનું માળખું ઊભું કર્યું, જેથી કરીને દેશનો છેવાડાનો નાગરિક પણ જાણે અજાણે, પણ પોતાના આસપાસના વાતાવરણ માટે સભાન બને અને પોતાની ફરજ નિભાવે.
આ બધુ જ એક વડાપ્રધાન માટે કદાચ અગત્યનું ના લાગે પણ વડાપ્રધાન પોતાના આ ઉદ્દેશ્ય ને વળગી રહ્યા અને ૨૦૧૪ થી સતત દરેક રાજય અને સામાન્ય નાગરિકને પ્રોત્સાહિત કરતાં રહ્યા, દરેક રાજય ને સ્વચ્છતાની મહત્તા સમજાવતા રહ્યા. આજે દેશ અને જન સામાન્ય પોતાના આસપાસની સ્વચ્છતાનું સ્વૈછિક રીતે પાલન કરી રહ્યા હોય તો તેનું શ્રેય વડાપ્રધાનને આપવું રહ્યું. આજે દરેક માણસ પોતાની સ્વચ્છતાનું પાલન કરે છે એવું નથી પણ એક મોટો વર્ગ આજે સમાજમાં સ્વચ્છતાનો આગ્રહી થઈ રહ્યો છે અને દિવસે દિવસે સ્વચ્છતાના આગ્રહીઓમાં વધારો થઈ રહ્યો છે, તે આ અભિયાન નો સફળ થયાનો પુરાવો છે.
આજે જ્યારે આખું વિશ્વ કોવિડ ના ભરડામાં ફસાઈ ચક્યું છે, ત્યારે દરેક નાગરિકને પોતાની બચાવ માટે સ્વચ્છતા અનિવાર્ય છે. ત્યારે ભારતની સ્થિતિ એકંદરે કાબુમાં કરવા માટે, જાણે અજાણે સ્વચ્છતા અભિયાનનો મોટો ફાળો અનિવાર્ય થઈ પડ્યો છે. જો આજે પણ સ્વચ્છતા અભિયાન ના હોત તો આજના સમયમાં આપણી અસ્વચ્છ રહેવાની, કુટેવ ભારતને કેટલી મોંઘી પડત એનો અંદેશો પણ ધ્રુજારી અપાવી એ એવો ખતરનાક છે. આજે સ્વચ્છ ભારત સબળ ભારત નો નારો આજે સાર્થક થતો જણાય છે
માટે એક ભારતના નાગરિક તરીકે વડાપ્રધાનના દૂરંદેશી ભર્યા પગલાંને મારી સલામ છે.
અને મારો આ અગંત અભિપ્રાય છે
જો તમને આ નાનકડો લેખ અર્થસભર જણાય તો આપનો અભિપ્રાય સૂચન બોક્ષ માં આપવા વિનતિ છે.
લેખક: હાર્દિક બ્રહ્મભટ્ટ
Email: brahmbhatthardik86@gmail.com
No comments:
Post a Comment