Showing posts with label be the change. Show all posts
Showing posts with label be the change. Show all posts

Saturday, July 21, 2018

નોકરી માં પ્રગતિ નથી થતી, તો આગળ વધો, આ કાંઈ છેલ્લો વિકલ્પ નથી


નોકરી માં અટકી ગયા હોય એવી લાગણી ઘણા લોકોને થતી હોય છે, પણ  એક જ નોકરી ઉપર વળગી રહેવું એ પોતાની જ પ્રગતિ પોતાના જ હાથે રુંધવા બરાબર છે.

એક જ નોકરી પર લાંબો સમય કામ કર્યા પછી એક અસંતોષની લાગણી અનુભવાતી હોય છે, તમારા અંતર મનમાં એક દ્વંદ ચાલુ હોય છે કે ક્યારે અહીંથી છૂટીએ અને આગળ વધીએ. શાંત રીતે નવી તકો શોધવા ના તમારા પ્રયત્નો ચાલુ જ હોય છે. આ લાગણીનો ઉદભવ કદાચિત તમારા પ્રતિ સેવાતું દુર્લક્ષ ના પરિણામ સ્વરૂપ હોઈ શકે છે. તમે પોતાના પગાર વધારવાના પ્રયત્ન પણ  કરી જોયો હશે. પણ અંતમાં પરિણામ શૂન્ય જ હશે. 

તમે તમારી નોકરી ઉપર ઘણો સમય કાઢ્યો હશે જેના પરિણામ સ્વરૂપ તમને પોતાને પણ એક અંદાજ આવી જશે કે ફલાણા ઓર્ગેનાઇઝેશનમાં કે ફલાણા મેનેજર જોડે કે પછી ફલાણા કહેવાતા જોડે ઉપરીઓ જોડે ચર્ચા કરવી સંપૂર્ણપણે તમારા સમયની બરબાદી છે.

કંપનીના મેનેજમેન્ટ જોડે ચર્ચા-વિચારણા માટે સમય બરબાદ કરવા કરતા તમને નવી નોકરી શોધવાનો પ્રયત્ન કરવો એ વધારે યોગ્ય લાગ્યો હશે.

તમારા કામના પ્રત્યે સતત સેવાતું દુર્લક્ષ એ તમને એક અસંતોષની લાગણી તરફ દોરી જાય છે જેમાં ગુસ્સો મુખ્ય ભાગ હોય છે એટલે કોઈપણ નિર્ણય લેતા પહેલા શાંત ચિત્તે વિચાર ખૂબ જ જરૂરી છે, અને એટલા માટે જ પરિવર્તન તરફ જતા પહેલા પોતાના માટે થોડો સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.

તમારી નોકરી ઉપર બંધાવા માટે તમે કંઇ જાનવર નથી કે જે ફક્ત જ ખીલે બંધાઈ ગયા હોય છે. પ્રગતિ કરવી અને પોતાના ભલા માટે વિચારવું એ તમારો પોતાનો જન્મજાત અધિકાર છે.

જો તમે મહત્વકાંક્ષી અને અને પરિણામલક્ષી પ્રોફેશનલ છો, તો પછી તમારે પોતાના વિકાસ માટે દરેક તકોની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મહત્વકાંક્ષી માણસો ઘણા સમય સુધી એક જ જગ્યા ઉપર કે એક જ સંસ્થામાં લાંબો સમય સુધી પોતાની સેવાઓ આપતા નથી અથવા તો જે તે સંસ્થા જેઓ સેવા આપી રહ્યા હોય છે તેમાં તેમનો પોતાનો એક એજન્ડા હોઈ શકે છે, જેમાં તેઓ પોતાના સ્વ મૂલ્યાંકન ની રીતો અપનાવીને થોડા જ વર્ષોમાં પોતાનું ધાર્યું પરિણામ મેળવી શકતા હોય છે.

મારો હેતુ એટલો જ છે કે તમને જો પોતાનો progress ના દેખાતો હોય તો પછી તમને પૂરો હક છે પોતાની જાત માટે વિચારવાનો અને આગળ વધવાનો. અહીંયા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. એવો કોઈ સર્વ સામાન્ય સ્થાપિત નિયમ નથી કે માણસોએ એક જ ઓર્ગેનાઇઝેશનમાં વર્ષો સુધી પોતાની સેવાઓ આપવી અથવા સમયાંતરે નિતનવા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવું.

તમારી નોકરી તમારી જિંદગીમાં સર્વસામાન્ય સત્ય નથી, સત્ય છે તમારા પોતાના કુટુંબીઓ તમારા મિત્રો તમારા લાઈફ પાર્ટનર તમારા સપનાઓ તમારા પોતાની પેશન અને બીજું ઘણું બધું જે તમે જેના માટે તમે કામ કરી રહ્યા છો. તમને જો પોતાની વર્તમાન નોકરીમાં તમારા ટેલેન્ટ પ્રમાણે સમયસર વળતર ન મળતું હોય અથવા તો તમારી પ્રતિભા પ્રમાણે જો તમને કામ ન મળતું હોય તો તમારે નોકરી છોડવાનો પૂરો હક છે. કારણ કે તમારા કુટુંબ અને તમારા મિત્રો અને તમારી આસપાસના માણસો માટે તમે મહત્વ ધરાવો છો, તમારી નોકરી નહિ, કારણ તમારા કુટુંબીઓ તમારા મિત્રો અને તમારી આસપાસના માણસો, તમને ઓળખે છે તમારે કંપનીના માણસોને નહિ કે તમારા બોસને , નહીં કે તમારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર ને. 

તમારા માટે આખી જિંદગી ફક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માજ અવરજવર કરવી એક એ પૂરતું નથી. તમારા પોતાને એક નાનકડા one room kitchen નાનકડા મકાનમાં જિંદગી કાઢી નાખવી એ પચાસ વર્ષ પહેલા અથવા તો સો વર્ષ પહેલા સંતોષી સ્વભાવનું ઉદાહરણ હતું. આજે સંતોષ તમારા જિંદગીના પ્રોગ્રેસ માટે અથવા તો વિકાસ માટે એ સંતોષ ની લાગણી બાધારૂપ છે. સંતોષ પોતાની જરૂર તો માં રાખવો એ સારી બાબત છે પણ પોતાના વિકાસમાં સંતોષ રાખવો એ તદ્દન નિરર્થક છે. મારા મંતવ્ય પ્રમાણે ઉપરના ઉદાહરણ એ સામાન્ય માણસની ઈચ્છાઓ ને દર્શાવે છે. આજે સામાન્ય માણસને પોતાના ઘરની પોતાની એક કાર અથવા તો ઘણી બધી મહત્વકાંક્ષાઓ હોય છે. અને મહત્વાકાંક્ષાઓ રાખવા ઉપર કોઈ જીએસટી નથી. મહત્વકાંક્ષાઓ રાખવી અને એના માટે પ્રયત્નો કરવા એ સૌથી અગત્યનું છે. મહત્વકાંક્ષા અને પ્રગતિની ઈચ્છા વગર માનવજીવન શક્ય નથી.

આજના યુગમાં જે સુખ-સગવડો અને ભૌતિક સુખ સાધનો ઉપલબ્ધ છે એ કોઈને કોઈ રીતે મહત્વકાંક્ષા ને પ્રગતિના આડપેદાશ રૂપે જ ઉપજેલા છે.

આજે તમે ઇન્ટરનેટ વગર જીવનની કલ્પના પણ નહી કરી શકો, પોતાના વાહન વગર દૂર સુધી જવું એની તમને કલ્પના પણ નહી હોય, તમે કોઈ દિવસ તમારા વડીલો ને પૂછી જોજો કે ૭૦ વર્ષ પહેલા એક શહેરથી બીજા શહેર મુસાફરી કરવું કેટલું દુર હતું દુર્ગમ હતું, અને આજે તમારી પાસે ઘણા વિકલ્પો મોજૂદ છે. 


નવી નોકરી શોધતા પહેલા શાંત ચિત્તે વિચારવું ખૂબ જ જરૂરી છે. કારણકે તમે પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવીને નવા વાતાવરણમાં અથવા તો નવા ઓર્ગેનાઇઝેશનમાં અથવા તો નવા જ ફિલ્ડમાં તમે જવાનું વિચારી રહ્યા છો. નવી નોકરી અથવા તો નવા સાહસ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું થોડું જરુરી છે, થોડુક ધ્યાન આપીને તમે પોતાની રીતે જ એનાલિસિસ કરી શકો છો, નવી નોકરીમાં આપતા પછી કે આપતા પહેલા ઓર્ગેનાઈઝેશનના ઇતિહાસ અને વર્તમાન ઉપર થોડું ધ્યાન આપો. તમારે સહકર્મીઓ તમારા મિત્રોને નવા નોકરીના સંદર્ભમાં પૂછો, તમને ચોક્કસ પણે જવાબ મળશે અને તમને એવી માહિતી પણ મળશે જે તમને પોતાને પણ ખબર નહી હોય, કારણકે આજના સમયમાં માહિતી એ શસ્ત્રની જેમ કામ કરે છે, ઉદાહરણરૂપે તમે ઇન્ટરવ્યૂ આપી દીધો, તમે સિલેક્ટ પણ થઇ ગયા પણ તમને ખબર જ નહી હોય કે જે સંસ્થા માટે તમે ઈન્ટરવ્યૂ આપ્યો છે, એ સંસ્થા નાણાંકીય રીતે સ્થિર નથી, પોતાના વર્તમાન કર્મચારીઓને પગાર આપવામાં જ ત્રણ કે ચાર મહિના પાછળ હોય છે, આ બધી માહિતી તમને તમારા મિત્રો તરફથી તમારા વર્તુળમાંથી તમારા ફેમિલી માંથી પણ મળી શકે છે, હવે તમે વિચાર કરો કે જે કંપનીની financial condition જ નબળી હોય તો પછી તમને સમયસર રીતે પગાર કઈ રીતે આપવાની છે અથવા તો તમે જોખમ લઈને નોકરી શરૂ કરી દો પણ છ મહિના પછી કે ચાર મહિના પછી બે વર્ષ પછી તમારી હાલત નવેસરથી નોકરી શોધવાની આવી જાય તો, ટૂંકમાં નવી નોકરી શોધતા પહેલા સાયન્ટિફિક રીતે એનાલિસીસ કરવું ઘણું જ જરૂરી છે. 

તમે તમારા અંગત મિત્રો અને શુભચિંતકો જોડે અંગત રીતે પોતાના વિકાસ માટે અને પ્રગતિ માટે ચર્ચા કરી શકો છો તેઓ જ તમને ઘણી સારી રીતે માર્ગદર્શન આપી શકે છે. અને પોતાના જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ કે જેની સાથે તમે દિલ ખોલીને ચર્ચા કરી શકો. મેં મારા મિત્રો જોડે ચર્ચા કરી કે મારે હવે જીવનમાં આગળ વધવું છે એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર અમુક વર્ષ કાઢ્યા પછી મને લાગ્યું કે મને જે અત્યારે વળતર મળી રહ્યું છે એના કરતાં ઘણું સારું અને અનુભવ અને પ્લેટફોર્મ મને બીજા ઓર્ગેનાઇઝેશનમાં મળી શકશે. મારા મિત્રો મારા વિચાર સાથે સંમત થયા અને તે લોકોએ મને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું. અને તમે પોતાની રીતે પણ વિચારી શકો છો તમે પોતાની જાતને પૂછો કે તમારી સૌથી પહેલી નોકરી કઈ હતી અને આજે તમે ક્યાં છો, તમારા ઘણા સવાલના જવાબ તમને પોતાની અંદરથી જ મળી જશે, આજના સમયમાં એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર દસ-પંદર વર્ષ કે ૨૫ વર્ષ કાઢી નાખવા એ જુનવાણી વિચારસરણી છે. 

no offence here પણ દરેકની વિચારસરણી એક હોતી નથી, આજે પણ તમે તમારા આજુબાજુ ઘણા માણસો ને જોતા હશો કે જે એક જ વર્ષની અંદર દસ-પંદર વર્ષ કાઢી નાખતા હોય છે, અને તેમનો પ્રોગ્રેસ એટલો થતો નથી, બીજી બાજુ તેમને જોઈને એની અંદર તેમની જોડે નોકરી શરૂ કરનારા માણસો ઘણા આગળ નીકળી જતા હોય છે. 

આજના વર્તમાન નાણાંકીય યુગમાં વફાદારી એની જ રખાય કે જે સૌથી વધારે પૈસા આપતો હોય કારણ આજનો યુગ જ મૂડીવાદી યુગ છે.અને મૂડીવાદી યુગની આ આડપેદાશ છે એ તમારે નક્કર રીતે સ્વીકારી લેવું જોઈએ.

આ શબ્દો મારા સૌથી પ્રિય કટારલેખક મોહમ્મદ માંકડ ના છે.

તમારે વર્તમાન નોકરી જો તમને થોડું ઘણું પણ સંતોષ આપતી હોય છતાં પણ થોડો ઘણો સંતોષ એ તમારી સફળતા માટે પૂરતો નથી. અને કદાચ તમે સંતોષના આવરણ હેઠળ પોતાની જાતને છેતરી રહ્યા હોય છે. પોતાની જાત ને છેતરવા કરતા પોતાની રીતે અંતર સંવાદ કરવો વધારે યોગ્ય છે. તમારી નોકરીમાં સંતોષી લાગણી એ ખૂબ જ ખતરનાક છે તમને કદાચ ખબર પણ નહી હોય ક્યાં સંતોષની લાગણી તમારી સ્પર્ધાત્મક પ્રતિભાને અંદરો અંદર મારી રહી હોય છે જે તમને ઘણા લાંબા સમય પછી ખબર પડશે જ્યારે તમારી પાસે સમય જ નહિ હોય.

તમારી જાતને જ પહેલા પૂછો કે તમને પોતાને કામ પ્રમાણે વળતર મળી રહ્યું છે કે નથી તમને જવાબ તમારી અંદરથી જ મળી જશે. 

માણસ સૌથી પહેલા પોતાની જાત સાથે લડવું જોઈએ કારણ જાત સાથે તો પોતાની જ પ્રતિભાને બહાર લાવી શકો છો, જ્યારે તમે નવી નોકરી અથવા તો નવા સાહસ નો તમે વિચાર કર્યા હોય છે એ ક્ષણથી જ તમે પોતાની જાત સાથે સ્પર્ધા ચાલુ કરી દીધી હોય છે, કારણ કે જેથી તમે વિચારો કે તમારે કંઈક નવું સાહસ કરવું છે અને તમારે કમ્ફર્ટ ઝોનમાં થી તમે બહાર આવવા માંગો છો,કંઈક નવું કરવા માંગતા હોય છે ત્યારે તમે થોડું વધારે ધ્યાન આપતા હોઉ છો. આજ થોડું વધારે ધ્યાન અને તમારી સ્પર્ધાત્મક લાગણી તમને નક્કર રીતે સફળતા તરફ દોરી જઇ શકે છે.

તમે તમારી નોકરી પણ ઘણા વર્ષો વિતાવ્યા છે અને તમે છતાં પણ સંતોષ નથી અને નોકરીમાં બેસી રહેવા કરતા આગળ વધવું વધારે યોગ્ય છે કંપની તમને તમારી સર્વિસ માટે પગાર આપે છે તમે કંપનીની અંદર જોબ નથી કરતા ખરેખર તમે કંપનીની અંદર પોતાની સેવાઓ આપો છો અને કંપનીએ તમારી સ્વરૂપે તમને પગાર આપે છે તમે કંઈ ઓર્ગેનાઇઝેશનના ગુલામ નથી અને એવું પણ લખ્યું નથી કે તમારી કંપનીની મજૂરી આખી જિંદગી કરવી. ઘણા પ્રોફેશનલ્સ અનેે કોર્પોરેટ કર્મચારીઓ એક અજાણતા ભયથી ઘેરાયેલા હોય છે, જે ભયના કારણે નવુ સાહસ ખેડવા ના વિચાર માત્ર થી જ ડરતાં હોય છે. 
  
ફક્ત ચાર જ કારણો અજાણતા ભય ને વર્ણવવા પૂરતા છે. 

  • અસફળતાનો ભય
  • વધારે પડતો જ આરામ
  • મહત્વકાંક્ષા નો અભાવ
  • નકાર ની સ્થિતિ




અસફળતાનો ભય 

આ સૌથી મોટું અને સ્થળો સામાન્ય કારણ છે કે જેનાથી ઘણા કર્મચારીઓ અને પ્રોફેશનલને પરિવર્તનની ઈચ્છા નથી હોતી. તેમની પોતાની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ હોય છે પણ અસફળતાને ભયના કારણે તેઓ આગળ વધતા નથી. 

માણસના સ્વભાવમાં સુરક્ષા ની સ્થિતિ એ પ્રગતિની અવરોધ પેદા કરે છે કારણકે માણસ સુરક્ષા અનુભવતો હોય છે, એ જ સુરક્ષા લાબા ટાઇમ પછી અથવા તો તે જ સમયે કંઈક નવું કરવાના અથવા તો પરિવર્તન અથવા તો નવા વિચારો ના દ્વાર બંધ કરી દે છે.

પણ તેઓને જરાપણ અણસાર નથી કે જોખમ અથવા તો જિજ્ઞાસાની પૂર્તિ એ જ માનવજીવનની ઉત્ક્રાંતિના મૂળભૂત પરિબળ છે.

ભવિષ્યની ચિંતા કરવી નિરર્થક છે કારણ કે એ તમારા હાથમાં જ નથી, તમે નવા સાહસ માટે વૈજ્ઞાનિક રીતે અને તાર્કિક રીતે મૂલ્યાંકન કરી શકો છો. 

વધારે પડતો જ આરામ

ઘણા પ્રોફેશનલ્સ આ જ કારણને લીધે પ્રગતિની તકો છોડી જતા હોય છે, કારણકે તેમને પોતાના આસપાસ આરામ મળતો હોય છે. તેમની નોકરીમાં અથવા તો સાહસમાં પણ ઘણી સારી રીતે કામ થતું હોય છે અને એ જ સંતોષ ની લાગણી ના લીધે આરામ નો ઉદભવ થતો હોય છે. 
યાદ રાખજો કે તમારે જીવનમાં આગળ વધવું હોય તો  આરામ ની લાગણી ને બાય બાય  કરવી પડે. મારે વર્તુળની અંદર ઘણા માણસો અને પ્રોફેશનલ એવા છે કે જે પોતાની નોકરીમાં એક દાયકાથી વધારે સમય થઈ ગયો છે છતાં પણ એ કોઈ પણ નવી તકો જેમના માટે બહુ સારી હોય છે અને પ્રગતિની સારી જ સંભાવના હોય છે એ તક ઉપર ધ્યાન જ નથી આપતા, તેમનાં માટે સુરક્ષા અને કમ્ફર્ટ પ્રાયમરી છે. 

યાદ રાખજો જેટલા પણ સફળ માણસો છે એમણે ક્યારેય આરામ નથી અનુભવ્યો. તેમના માટે આરામ લક્ષ્યની પ્રાપ્તિ પછી આવે છે. 


મહત્વકાંક્ષા નો અભાવ

મહત્વકાંક્ષા નો અભાવ એ સૌથી મોટું કારણ છે પ્રગતિના અવરોધ માટે, કારણ કે પોતાની અસુરક્ષાની લાગણી અને વધારે પડતો આરામ એ તમને અંદરથી પોતાની મહત્વકાંક્ષા ને મારી નાખવા માટે ના સૌથી મોટા કારણો છે, તમે મહત્વકાંક્ષા નથી એમ કહીને પોતાની જાતને છેતરી રહ્યા છો, જિંદગીના અંત માં કે એ વખતે જ થોડી હિંમત કરી હોત તો આજે મારી પાસે કંઈક અલગ જ હોત, એના કરતા અમલમાં મૂકવું ઘણું જરૂરી છે. કારણ મહત્વકાંક્ષા તમને બે જ રસ્તા તરફ દોરી જઇ શકે છે એક છે સફળતા બીજી છે નિષ્ફળતા, તો નિષ્ફળ થયા તો સફળ થવાનો રસ્તો હોય છે. પણ પ્રયત્ન જ કર્યા વગર ખાલી વિચારો કરવા એ આકાશ ઉપર વાક્ય લખવા બરાબર છે.


નકાર ની સ્થિતિ

આ પોતાની જાતને સૌથી આકરી રીતે સજા આપવા બરાબર છે. તમે તમારી જાતને કહી રહ્યા છો કે તમે બહારના વાતાવરણમાં કે કંઈ નવું શીખવા માટે ફીટ નથી, આ રીતે વર્તીને તમે પોતાની જાતને જ છેતરી રહ્યા છો.

મેં મારી જિંદગીમાં ઘણા એવા પ્રોફેશનલ જોયા છે જે પોતાની જાતને આજ જુઠ અર્ધસત્ય વારંવાર કહી રહ્યા હોય છે, જ્યારે તેમને ખબર જ હોય છે કે રિયાલિટી શું છે. વાસ્તવિક રીતે તેઓ પોતાની જાતને અર્ધસત્ય વેચી રહ્યા હોય છે કારણ એમણે ધારી લીધું છે કે ૫૦ વર્ષ ની ઉંમરના માણસને નોકરી કોણ આપે અરે ભાઈ પચાસ વર્ષે નોકરી આપે કે ના આપે એ તમે કેમ ધારી લીધું, પ્રયત્ન કર્યા વગર જ પોતાની જાતને વારંવાર છેતરવી એ દુર્બળતા ની નિશાની છે. 

પ્રયત્ન કર્યા વગર કાંઈ પણ સ્વીકારી લેવું એ હાર્યા કરતા મોટી હાર છે. 

અંતમાં “ જીવનમાં પરિવર્તનની રાહ ન જુઓ, પોતે જ પરિવર્તન બનો” .


Leveraging Artificial Intelligence for News Presentation

In the fast-paced digital era, the way news is consumed has undergone a dramatic transformation. With the advent of Artificial Intelligence ...