Showing posts with label રાફેલ યુદ્ધ વિમાન. Show all posts
Showing posts with label રાફેલ યુદ્ધ વિમાન. Show all posts

Saturday, August 25, 2018

રાફેલ યુદ્ધ વિમાન- ભારતીય વાયુ સેના માટે એક મહત્વનું પરિબળ.


ઘણા દિવસથી સમાચાર પત્ર અને મીડિયા માં અને ઘણા પોલિટિકલ પાર્ટીઓ દ્વારા રાફેલ ડીલ ઉપર ઘણા બધા અભિપ્રાયો આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.

આ લેખ પ્રકાશિત કરવાનું કારણ એટલું જ છે કે ઘણા સમયથી ભારતીય વાયુ સેના અને ભારતીય સેના અને ભારતીય જળ સેના ઉપર ઘણી ખોટી રીતે થોડી જ આંગળીના વેઢે ગણાય એટલી પોલિટીકલ પાર્ટીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. 

અને જેટલા લોકો રાફેલ ડીલ નો વિરોધ કરી રહ્યા છે એ ઘણા લોકોને ભારતીય વાયુ સેનાની કાર્યકરણી અને જવાબદારીનો જરા પણ અંદેશો નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેઓ ભારતીય વાયુ સેનાના અને સેનાના જવાનોનું મનોબળ તોડી રહ્યા છે.

કોઈ પણ દેશ માટે સેના નું મહત્વ કેટલું છે, એ કોઈ ચર્ચાનો વિષય નથી. પ્રત્યેક દેશ માટે એની સેના એ મોટામાં મોટું સંરક્ષણ પરિબળ છે. અને ભારત દેશની સેનાનો વિજયંત અને ગૌરવપૂર્ણ ઇતિહાસ રહેલ છે અને તેનો વર્તમાન પણ એટલો જ ગૌરવપૂર્ણ છે. 

ભારતીય વાયુ સેના એ વિશ્વની સૌથી આધુનિક વાયુસેના માંથી એક છે.

8 ઓક્ટોબર ૧૯૩૨ ના દિવસે ભારતીય વાયુસેનાની સ્થાપના થયેલી.

કોઈ પણ દેશ માટે વાયુ સેના કેટલી જરૂરી છે એને સમજી લઈએ. જર્મની એ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા હવાઈ હુમલા બ્રિટિશ શહેરો પર કરેલા. આવા સૌથી વધારે નુકસાન બ્રિટન અને ઘણા બધા દેશો ન થયેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાના ઘણા દેશો ને એટલો અંદાજો પણ નહોતો કે કોઇ બીજા દેશનું યુદ્ધ વિમાન અને તેની વાયુસેના આટલો બધો વિનાશ નોતરી શકશે. જર્મનીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કરેલા અગણિત હવાઈ હુમલાઓ ના જવાબ આપવા માટે, બ્રિટન અને અમેરિકાએ પોતાની અલાયદી વાયુસેના સ્થાપવાની જરૂર પડી. જેનો મૂળભૂત હેતુ ફક્ત અને ફક્ત આકાશી હવાઈ હુમલા ના જવાબ આપવા માટે જ તેની સ્થાપના કરવાની જરૂર પડી. 

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાના ઘણા ખરા દેશોને પોતાની અલાયદી વ્યવસ્થા સ્થાપવા ની જરૂર પડી અને બ્રિટન, અમેરિકા, જાપાન, રશિયા સાધન-સંપન્ન દેશોએ પોતાની આગવી વાયુસેનાનો વિકાસ કર્યો. 

તે દિવસોના વખતમાં ભારત બ્રિટિશ રાજ ને પરાધીન હતું, છતાં પણ બ્રિટિશરોએ ભારતીય વાયુસેનાનું સ્થાપન કર્યું. ભારતીય વાયુસેનાનું સ્થાપન બ્રિટિશરોએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના દેશને બચાવવા અને પોતાના મિત્ર દેશોની સાથે લડવા માટે ભારતીય વાયુસેનાનું સ્થાપન કર્યું. 

૧૯૪૭ થી ૨૦૧૮ સુધી તકનીકી ક્ષેત્રે ભારતીય અને વિશ્વનો સંરક્ષણ સંદર્ભમાં ઘણો વિકાસ થયો છે. 

આજે ભારત પોતાના મિત્ર દેશોથી ઘેરાયેલું નથી, પાકિસ્તાન,ચીન, બાંગ્લાદેશ આ ત્રણેય દેશો ઉપર ભરોસો રાખી શકાય તેમ નથી. પાકિસ્તાન અને ચીન તેમની નફફટાઈ માટે કુખ્યાત છે.

અને જો કાલે ઉઠીને જો ભારતને સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ ખેલવું પડે તો તેના માટે વાયુ સેના જળ સેના અને સ્થળ સેના આ ત્રણેય સેનાઓને તકનીકી આધુનિકરણ અને સૌથી ભરોસાપાત્ર અને ખૂંખાર શસ્ત્રો જોઈએ. 

કદાચિત ઘણા નેતાઓ અને ભારતીય નાગરિકોને ખ્યાલ નહીં હોય, પણ ભારતીય વાયુ સેના ને નવીન તકનીકી અને આધુનિક શસ્ત્રોથી ભરપૂર એક સંપૂર્ણ કક્ષાનું લડાયક વિમાનની તાતી જરૂરિયાત હતી. 

ભારતીય વાયુસેના પાસે સંપૂર્ણ સ્વદેશી કક્ષાએ વિકસાવેલું એચએએલ તેજસ ફાઈટર પ્લેન છે. 

તેના સિવાય જરા આંકડા ઉપર નજર મારી લો કે ભારતીય વાયુ સેના પાસે ફાઈટર કહેવાતા લડાયક વિમાનો ની સંખ્યા કેટલી છે. 



Aircraft
Origin
Type
Variant
In service
Notes
Combat Aircraft
MiG-21
Russia
Fighter
bis/Bison[1]
244[2]
MiG-27
Russia
Ground attack
ML
84[2]
MiG-29
Russia
Multirole
MiG-29UPG[3]
66[2]
HAL Tejas
India
Multirole
Mk.1
9[4]
31 on order[5]
Mirage 2000
France
Multirole
2000 H/I
41[6][7]
Sukhoi Su-30
Russia
Multirole
Su-30MKI
233
39 on order[8]
Dassault Rafale
France
Multirole
B/C
36 on order[2]
SEPECAT Jaguar
UK / India
Ground attack
IM/IS[9]
92[10]



https://en.wikipedia.org/wiki/List_of_active_Indian_military_aircraft


સૌજન્ય: આ માહિતી વિકિપીડિયા માંથી પ્રાપ્ત કરેલી છે.

ભારતીય વાયુ સેના પાસે સૌથી મોટી સંખ્યામાં મિગ-21 રશિયન બનાવટના સૌથી જૂનામાં જૂના લડાયક પ્લેન છે. 

મિગ-૨૧ રશિયન બનાવટના સૌથી જૂનામાં જૂના ૨૪૪ લડાયક વિમાનો ભારતીય વાયુસેનામાં સામેલ છે. મિગ-૨૧ એ ૧૯૫૯ની બનાવટ નું ફાઈટર પ્લેન છે. આજની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે મિગ -૨૧, એ યુદ્ધ અનુકૂળ નથી. મિગ -૨૧ ફક્ત ભારતીય વાયુ સેના ના પાયલોટોને તાલીમ આપવા માટે અને ફક્ત પરીક્ષણ ફ્લાઇટ માટે વાપરવામાં આવે છે. 

જરા શાંત ચિત્તે વિચાર કરીએ તો ભારતીય વાયુ સેના સૌથી વધારે સંખ્યા ધરાવતું ફાઈટર પ્લેન એ તદ્દન જુનવાણી ટેકનોલોજી ધરાવતું પ્લેન છે. જ્યારે એકબાજુ પાકિસ્તાને પાસે અમેરિકા તરફથી એફ- ૧૬ મળેલ છે, અને ચીન તરફથી તકનીકી સહયોગમાં જે એફ- ૧૭, બનાવેલ છે, 

પાકિસ્તાન પાસે જે એફ- ૧૭ - ટોટલ ૧૦૦  લડાયક વિમાનો છે. 

જરા વિચાર કરો ભારત જેવા આવડા મોટા દેશ પાસે જનવાણી ટેકનોલોજી ધરાવતા ૨૪૪ જૂના લડાયક વિમાનો છે. જ્યારે ખોબા જેવડા પાકિસ્તાન પાસે ૧૦૦ લડાયક વિમાનો છે. જો કાલે ઊઠીને પાકિસ્તાન સખણું ના રહે અને ભારત પર પૂર્ણ કક્ષાનું યુદ્ધ જાહેર કરી દે, તો ભારત પાસે જવાબ આપવા માટે ચડિયાતા વિમાનો હોવા જરૂરી છે, તદ્દન આધુનિક કક્ષાના થોડા જ લડાયક વિમાનો યુદ્ધનું પરિણામ બદલવા સક્ષમ છે. 

અને ચીન પર પણ ભરોસો થાય એમ નથી, ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણેય પડોશીઓને દાબમાં રાખવા માટે ભારત પાસે સૌથી આધુનિક કક્ષાના ઉપકરણ હોવા જરૂરી છે. આજે પાકિસ્તાને ચીન ના સહયોગથી પોતાનું લડાયક વિમાન વિકસાવેલ છે, તેને જવાબ આપવા અને તેને દાબમાં રાખવા માટે ભારત પાસે અલાયદુ લડાયક વિમાન હોવું જરૂરી છે, અને તેના માટે જ આ રાફેલ સોદો ઘણો જ વિલક્ષણ છે..

આજે સામાન્ય નાગરિક જો વર્ષે-બે વર્ષે પોતાનો મોબાઈલ ફોન ગાડી નવા ટેકનોલોજી પ્રમાણે અપડેટ કરતો હોય, તો દેશની રક્ષા માટે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઘણું જરૂરી છે. ભારત દેશે ક્યારે આક્રમણનો પ્રયાસ નથી કર્યો, પણ પોતાની દેશની રક્ષા માટે ભારત પાસે સબળા શસ્ત્રો હોવા જરૂરી છે. અને તેના માટે જ આ રાફેલ સોદો ઘણો મહત્ત્વ ધરાવે છે. 

આજે દુનિયાના ઘણા દેશો પોતાના દેશની ટેકનોલોજી એ બીજાના દેશ જોડે ક્યારે  પણ વેચવા સંમત ન થતાં. 

આજે અમેરિકા પોતાને ભારતનું મિત્ર ગણાવે છે પણ અમેરિકાએ ભારતને કદી પણ સંરક્ષણ ટેકનોલોજીકલ ક્ષેત્ર માં મદદ કરી નથી. ઊલટાનું પાકિસ્તાનને પોતાના લડાયક વિમાનો વેચેલા છે.

ફક્ત રશિયા એક એવો દેશ છે જેણે ભારતને ખુલ્લેઆમ ટેકનોલોજીકલ સહકાર આપવાની હિંમત કરી છે.

આજે થોડી ઘણી પોલિટિકલ પાર્ટીઓ પોતાના નિજી સ્વાર્થ ખાતર રાફેલ ડીલ ઉપર ખોટો જ પ્રચાર કરી રહી છે. તેમને ભારતના સંરક્ષણ ઉપર કોઈ જ ચિંતા નથી, ફક્ત ભ્રામક પ્રચાર કરવો એ જ એમનો ઉદ્દેશ્ય છે.  

આપણે ઘણી વખત સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલમાં સાંભળ્યું હશે કે આજે ભારતીય વાયુસેનાનું વિમાન તાલીમ દરમ્યાન તુટી પડ્યું, 

એક ફાઇટર પાઇલોટ ને તાલીમ આપવામાં ત્રણ વર્ષ અથવા તો વધારે નો સમય વીતી જાય છે. છેલ્લાં વીસ વર્ષોમાં યુદ્ધ અભ્યાસ અથવા તો ટ્રેનીંગ દરમ્યાન ૧૦૦ થી વધારે પાયલોટોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોતાના દેશની વાયુસેના માટે સૌથી આધુનિક વિમાનની તાતી જરૂરિયાત અત્યારે સૌથી વધારે છે. 

આપણા દેશના પાયલોટે હજુ પણ જૂના રશિયન બનાવટના વિમાન ઉપર તાલીમ લઇ રહ્યા છે, અત્યારે હાલની તારીખમાં પણ ભારતીય વાયુ સેના પાસે જુનવાણી તાલીમી વિમાનો છે. 




BAE Hawk
United Kingdom
Jet trainer
104[2]
HAL Kiran
India
Jet trainer
80[2]
SEPECAT Jaguar
UK / France
Conversion trainer
IB[9]
26[10]
Mirage 2000
France
Conversion trainer
2000 TH/TI
8[6][7]
Pilatus PC-7
Basic trainer
Mk II
Zenith STOL CH 701
Basic trainer


https://en.wikipedia.org/wiki/List_of_active_Indian_military_aircraft

સૌજન્ય: આ માહિતી વિકિપીડિયા માંથી પ્રાપ્ત કરેલી છે. 

અત્યારે ભારતને સંરક્ષણ ક્ષેત્રે આધુનિકીકરણની તાતી જરૂર છે. કારણકે યુદ્ધને ટાળવું એ ભારતની પ્રાથમિકતા છે પણ જો પાકિસ્તાન અને ચીન સાથે મળીને કદાચ ભારતની સામે યુદ્ધ ખેલી નાંખે તો ભારત ની પાસે વળતો જવાબ આપવા માટે ત્રણે સેનાનું સક્ષમ હોવું જરૂરી છે. 

અને એટલા માટે જ આ સોદો સંરક્ષણ ક્ષેત્રે અને દેશના હિત માટે છે કે નહીં કે કોઈ પોલિટિકલ પાર્ટીના અંગત ફાયદા માટે. 

આથી જ આ સોદો ભારતના સંરક્ષણ ક્ષેત્રના હિત માટે છે, તેનો વિરોધ કરનારાઓનો વિરોધ કરવો જ રહ્યો.


Leveraging Artificial Intelligence for News Presentation

In the fast-paced digital era, the way news is consumed has undergone a dramatic transformation. With the advent of Artificial Intelligence ...