આજના વર્તમાન કોર્પોરેટ સમયમાં અસ્તિત્વ ટકાવવું એટલુ જ મુશ્કેલ છે
જેટલું સીમા પારની લડાઈ લડવી.
આજના કોર્પોરેટ યુગમાં મિત્રો બનાવવા કરતા સહયોગી બનાવવા વધારે
ઉપયોગી છે કારણ કે મિત્રો કરતા સહયોગી વધારે સારી
ગરજ પૂરી પાડે છે.
સહયોગી ફક્ત તમારા વિભાગમાં જ હોય એવો કોઈ સર્વ સામાન્ય સિદ્ધાંત નથી.
સહયોગીઓ તમારી જવાબદારીનાં વર્તુળની અંદર અને બહાર હોવા જરૂરી છે.
કોર્પોરેટ કલ્ચર ઘણી કંપનીઓમાં બે કે તેથી વધારે છાવણીઓમાં વહેચાઈ
જતું હોય છે. એ કહેવાતી છાવણીઓનાં વડા કોઈ બટાલિયનનાં કેપ્ટનથી ઓછા નથી હોતા.
તેમના માટે કંપનીનું હિત જળવાય એના કરતા પોતાનાં વ્યક્તિગત હિત વધારે વહાલુ હોય
છે.
કહેવાતા કેમ્પના વડા હંમેશા તેમના રસ અને છબી વિશે વિચાર કરતા હોય
છે. તેમની કંપનીના પ્રોજેક્ટ, પ્રોડક્શન વિશે તેમની માહિતી માત્ર બેઠક માટે પૂરતી છે. તેમના જુનિયર
પ્રસ્તુતિઓ, સ્થિતીઓ, પ્રોજેક્ટ રિપોર્ટ્સ વગેરે તૈયાર કરે છે.
સહયોગી એ તમારા
માટે જીવનરક્ષક સાબિત થઇ શકે છે,
ઘણી વખત સંગીન પરિસ્થિતિઓમાં આપણી પાસે કોઈ
રસ્તો નથી હોતો , કોઈ આગોતરી ચેતવણી નથી મળતી. આવી સ્થિતિને નીચેના વર્ગીકૃત ઉદાહરણનાં
સંદર્ભમાં જોઈએ.
બનાવ ૧. રાહુલ
એક કોર્પોરેટ ગૃહમાં પ્રોજેક્ટ એન્જીનીયર છે. તેનું કામ, તેની જવાબદારી નિશ્ચિત
કરવામાં આવેલી છે. તેને એક
સામાન્ય મીટીંગમાં સામેલ થવાનું છે. પણ તેને ખબર નથી મીટીંગમાં તેની ઉપર ખોટી રીતે ગ્રાહકની માંગ પ્રમાણે નવા સ્પેસીફીકેશનની
નોંધ પર્ચેઝ વિભાગમાં સમયસર નહી પહોંચડવા બદલ જવાબદાર ઠરાવનાર છે. પણ પર્ચેઝ
અધિકારીએ રાહુલને આગોતરી રીતે ચેતવી દીધેલ છે કે ગ્રાહકની નવા સ્પેસીફીકેશનની નોંધ
તેના ઉપરી અધિકારીએ ફક્ત બે દિવસ પહેલા જ આપેલ છે. હવેની લડાઈ રાહુલે જાતે લડવાની
છે.
મિટિંગ રૂમનું
દર્શ્ય
ઉપરી અધિકારી;
રાહુલ, તમે નવા સ્પેસીફીકેશનની નોંધ પર્ચેઝ વિભાગમાં સમયસર નથી પહોંચાડી, મારે તમને
કારણદર્શક મેમો કેમ ન આપવો તે કહો.
રાહુલ: સર, ગ્રાહકનો પ્રથમદર્શી સંપર્ક તમે છો. અને
તમે જ ગ્રાહક સાથે સીધી વાત કરવાની મનાઈ ફરમાવી છે. અને આપણી કંપનીની પોલીસી પ્રમાણે ગ્રાહકની અધિક
માંગણીની નોંધ, એડ ઓન કોસ્ટ sheetમાં કરવાની હોય છે. ત્યારબાદ તેને માર્કેટિંગ વિભાગના
વડા પાસે મંજૂરી લેવા મોકલવાની હોય છે. જેને મંજૂરી મળ્યા પછી પર્ચેઝમાં આપવાની
હોય છે. મારી પાસે આવી કોઈ જ માહિતી નથી. કે નથી તમારી સુચનાનો કોઈ ઈ મેલ.. હવે સર
તમે મને કહો કયા આધાર પર તમે કારણદર્શક મેમો આપી શકો છો.
ઉપરી અધિકારી;
ઓકે હું આ મેટર જોઈ લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આ બનાવનાં સંદર્ભમાં
જોઈએ તો રાહુલને એક સહયોગ મળ્યો છે. સહયોગી નહિ. હવે રાહુલ પોતે નક્કી કરશે કે તે પર્ચેઝ
અધિકારીને સહયોગી બનાવશે કે નહિ.
બનાવ ૨. મિહિર એ
પ્રોજેકટ એન્જિનિયર છે. અને તેના પ્રોજેક્ટ માટે તાત્કાલિક મટીરીયલને જરૂર છે.
તેણે પર્ચેઝ વિભાગમાં આગોતરી નોંધ આપી રાખી છે. પણ તે મટીરીયલ ૯૦ દિવસ પહેલાં મળે
તેની શક્યતાઓ ઘણી ઓછી છે. અને કંપનીએ ગ્રાહકને ૩૦ દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાની બાંહેધરી
આપી છે.
હવે મિહિર ઘણી
મુશ્કેલીમાં છે. તેની પાસે એક જ રસ્તો છે. કંપનીના વેરહાઉસમાં મટિરિયલ ઉપલબ્ધ છે. પણ
તે બીજા પ્રોજેક્ટ એન્જિનિયર નિમેશના તાબા હેઠળ છે. મિહિરે તાત્કાલિક નિમેશ સાથે
વાત કરીને પોતાના પ્રોજેક્ટ માટે ઉપલબ્ધ
કરાવવું પડે તેવી પરિસ્થિતિ છે.
મિહિરે
તાત્કાલિક નિમેશ જોડે ચર્ચા કરીને પોતાની પરિસ્થિતિ સમજાવી છે. નિમેશની એક જ શરત
છે. તે મટિરિયલ આપી શકશે કેમ કે તેના પ્રોજેક્ટની સમયમર્યાદા ૧૪૦ દિવસની છે. મિહિરે
તાત્કાલિક રીતે પોતાના આવનારા મટિરિયલનાં વ્યવસ્થાપક હક્ક તેને આપી દેવા,
જેથી કરીને નિમેશ પોતાના આવનારા પ્રોજેક્ટને સારી રીતે સંભાળી શકે.
મિહિરે નિમેશની રજૂઆત
માન્ય રાખી અને પોતાના આવનારા મટિરિયલનાં વ્યવસ્થાપક હક્ક તેને આપી દીધા.
બન્નેએ એકબીજાની રજૂઆત માન્ય રાખી પોતાનાં માટે સહયોગી ઉભા કરી લીધા.
ઉપરના બન્ને બનાવ
એ જુદા જ સંદર્ભમાં છે. પણ અવગણી શકાય એવા નથી. આજ રીતરસમ છે. નવા કોર્પોરેટ
યુગની. આજના સમયમાં મિત્રતા અને સહયોગ એક સિક્કાની બે બાજુઓ છે. ફક્ત જરૂર છે સમય
પ્રમાણે કઈ બાજુનો ઉપયોગ કરવો.
No comments:
Post a Comment