અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આજ ભારતીય સમાચારપત્રોમા અને ન્યૂઝ ચેનલ માં આજકાલ વધારે પડતી સનસનાટી પ્રસારી રહ્યું છે.
આ નિવેદનનું વિશ્લેષણ કરી એ ત્યારે પરિસ્થિતિ નો તાગ મળે તેમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પ્રેસ કૉન્ફરન્સ સંબોધન કરી રહ્યા છે. 06 -એપ્રિલ 2020
રિપોર્ટર: સાહેબ, આભાર, તમે વડા પ્રધાન મોદી ના યુનાઇટેડ સ્ટેટસ અને અન્ય દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન જેવી તબીબી ચીજોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર તમે કઈ વળતી ની કાર્યવાહી કરી શકો છો ?
ટ્રમ્પ: મને તે નિર્ણય ગમતો નથી , મેં સાંભળ્યું નથી કે તે વડાપ્રધાન મોદી નો નિર્ણય હતો. હું જાણું છું કે બીજા ઘણા દેશો માટે ઇન્ડિયાએ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસ અટકાવી છે. ગઈકાલે મેં મિ મોદી સાથે વાત કરી હતી. અમારી ખુબ સારી વાતો થઇ હતી. અને અમે જોઈશું કે એ નિકાસ માટે હા પડે છે કે નહિ, મને આશ્ચર્ય થશે જો મિ મોદી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસ અટકાવશે તો, તમે જાણો છો કારણ કે ભારત ના સંબંધ યુનાઇટેડ સ્ટેટસ સાથે ખૂબ સારા છે.. ઘણા વર્ષોથી, તેઓ વેપાર પર યુનાઇટેડ સ્ટેટ્સનો લાભ લઈ રહ્યા છે, જો મિ. મોદી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસ અટકાવશે તો મિ મોદીએ મને કહેવું પડશે. રવિવારે સવારે મેં તેની સાથે વાત કરી, અને મેં તેમને કહ્યું કે અમે તમારી પ્રશંસા કરીએ છીએ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસ પુરવઠો બહાર આવવા દેવા બદલ. . જો મિ મોદી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસ પુરવઠો આપવાની મનાઈ કરે તો વાંધો નથી, અલબત્ત , વળતી કાર્યવાહી પણ કરી શકવામાં આવે છે કેમ નહિ?
હવે આ આ સવાલ રિપોર્ટરે જાણી જોઈને મિ ટ્રમ્પને અણછાજતી પરિસ્થિતિ માં મુકવા માટે પૂછેલો હતો.અને મિ ટ્રમ્પએ એનો જવાબ પણ એ પરિસ્થિતિના અનુસંધાન-માં આપેલો હતો.
હવે મીડિયા પોતાની રીતે પસંદગીપૂર્વકની પત્રકારિતાનું પ્રદર્શન કરી રહ્યું છે,
હવે આ પ્રસંગનું વિશ્લેષણ કરીએ તો.
ડોલાન્ડ ટ્રમ્પ એક સુપર પાવર દેશ અમેરિકા ના પ્રમુખ છે. અને એક શક્તિશાળી રાષ્ટ્ર નો રાષ્ટ્રપતિ પોતાના દેશ ની અને પોતાની શક્તિશાળી હોવાની છબીને નીચે પડવા દેવા માંગતો નથી, કારણ કે એક શક્તિશાળી રાષ્ટ્ર અને ત્રીજા વિશ્વના દેશના વડાપ્રધાન પાસે એક સામાન્ય ગણાતી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન નામની દવા માટે હાથ લંબાવે એ વિશ્વના સુપર પાવર અમેરિકાને છાજે એવું પગલું ના ગણાય, કારણ કે જો ટ્રમ્પ ભારત પાસે મદદ માટે હાથ લાંબો કરે એ , અમેરિકાનો એશિયામાં દબદબો ઓછો કરે એમ છે, અને એશિયામાં ફકત ચીન છે જે અમેરિકા સામે બાથ ભીડવાની ક્ષમતા ધરાવે છે. એટલે ચીન પાસે પણ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ની નિકાસની આશા અમેરિકા રાખી શકે તેમ નથી. એટલે ટ્રમ્પનું નિવેદન રાજદ્વારી રીતે અમેરિકાની સુપર પાવર ની ઇમેજ ને અનુરૂપ છે અને અમેરિકા પાસે બીજી કોઈ આશા રખાય તેમ નથી
હવે ભારત પાસે અમેરિકાને મદદ કરી અને ચીન ને દાબમાં રાખવાનો મોકો મળ્યો છે. કારણ કે અમેરિકા ની ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એ ભારતની ઘણી દવાઓને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને આયાત પ્રતિબંધ મુકેલો છે.
હવે ભારત પુરી રીતે રાજદ્વારી રમત રમી ને બહુ જ કુનેહ પૂર્વક આવનારા સમયમાં ભારત ની ફાર્મા કંપનીઓ માટે અમેરિકા ના દરવાજા ખોલીનાખવાની તક આપી છે, કારણ કે નજીક ના ભવિષ્ય માં જો ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રતિબંધોને અમેરિકા ની સેનેટ માં હળવા કરવાની રજૂઆત થાય તો, ભારતનું હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન નું માનવતા ના ધોરણે નિકાસ કરવાનું પગલું ભારત ના વિરોધીઓ પણ તેને અમેરિકી સેનેટ માં પડકારી શકે તેમ નથી. કારણ કે વિરોધ કરવા માટે ના કોઈ પણ કારણો પર, સમયસરની ભારતની સહાય, અને ભારત નો મૈત્રિક વ્યવહાર, ભારત નો પક્ષ મજબૂત કરી શકે એમ છે.
અને પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ રાજદ્વારી રીતે પોતાની અને પોતાના દેશની છબીને બચાવી શકે છે,
ખરેખર રાજનીતિ અદભુત અને આશ્ચર્યકારક છે.
No comments:
Post a Comment